Indira Gandhi Vrudh Pension Yojana, દર મહિને મળશે 1000 થી 1250ની સહાય » Skgujarat

indira gandhi vrudh pension yojana, દર મહિને મળશે 1000 થી 1250ની સહાય

Indira Gandhi Vrudh pension Yojana જો તમે વૃદ્ધ પેન્શન મેળવવા માગતા હોય તો તમારા માટે અમે સંપૂર્ણ માહિતી લાવ્યા છીએ, Here we are providing Vrudh sahay Yojana. આ પોસ્ટમાં તમને ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના અંગે માહિતી મળશે.

તમારા ઘરના સભ્યો અથવા સગા સંબંધી  60 વર્ષથી વધુના ઉંમરના છે તેને સરકાર 1000 થી 1250 રૂપિયા દર મહિને ઇન્દિરા વૃદ્ધ પેન્શન હેઠળ મળશે.

ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અરજી ફોર્મ ક્યાં મેળવવાનું અને વૃદ્ધ પેન્શનકોને મળે છે એ તમામ માહિતી નીચે મુજબ છે.

indira gandhi vrudh pension yojana gujarat

  • ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન હેઠળ સહાય આપવામાં આવે છે જેમાં નીચેના ધારા ધોરણ મુજબ નક્કી કરવામાં આવે છે.
  • વુદ્ધ પેન્શન મેળવવા માટે અરજદારની 60 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ.
    અને જો દિવ્યાંગ હોય તો 45 વર્ષ કે તેથી વધુ અને દિવ્યાંગ 75% થી પણ વધુ હોય તો પણ મળી શકે છે. બીપીએલ કાર્ડ ના હોવું જોઈએ આ યોજના અંતર્ગત પેન્શન મળી શકે છે

વૃધ્ધ પેન્શન યોજના આવક મર્યાદા

ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન મેળવવા માટે કેટલી નીતિ નિયમ નક્કી કરવામાં આવ્યા છે

  • ગ્રામ્ય વિસ્તાર માટે અરજદાર ઉમેદવારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૧,૨૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઇએ.
  • શહેરી વિસ્તાર માટે ઉમેદવારના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૧,૫૦,૦૦૦/-થી વધુ ન હોવી જોઇએ.
  • અન્ય શરતો
  • અરજદાર ગુજરાતમાં 10 વર્ષથી વસવાટ કરતો હોવો જોઈએ તો આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
  • ભરતદાન 21 વર્ષથી વધુ નો પુત્ર અથવા પુત્રી ના હોવા જોઈએ તો મળશે.
  • જેમને ૨૧ વર્ષથી વધુ વયનો પુત્ર અથવા પૌત્ર હયાત હોવા છતાં તે પુત્ર કે પૌત્ર શારિરીક દિવ્યાંગતા અથવા માનસિક અસ્થિરતા ધરાવતી હોય અને કમાવવાને અશક્તિમાન હોય તેવા નિરાધાર વૃધ્ધ કે નિરાધાર દિવ્યાંગ સહાયને પાત્ર થશે.
  • જેમને ૨૧ વર્ષથી વધુ વયનો પુત્ર હયાત હોવા છતાં તેના પુત્ર કેન્સર કે ટી.બી.થી પિડાતા હોય અને કમાવવા માટે અશકત હોય તેવા નિરાધાર વૃધ્ધ, નિરાઘાર દિવ્યાંગ વ્યકિત જો તેમના પુખ્ત ઉંમરના પુત્રની ઉપર જણાવેલ ગંભીર પ્રકારની બિમારી અંગે સિવિલ સર્જન પાસેથી પ્રમાણપત્ર રજુ કરે તો સહાયને પાત્ર થશે. ટી,બી, ની બિમારીમાંથી સ્વસ્થ અને કમાવવાને શક્તિમાન થયે સહાય બંધ થશે,

ગરીબી રેખા નીચે (B.P.L.) આવતા અરજદારો માટે  પાત્રતા

ઉંમર : અરજદારની ઉંમર ૬૦ વર્ષ કે તેથી થી વધુ હોવી જોઈએ .
આવક મર્યાદા :

૧,અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય અને ગરીબી રેખા હેઠળ B.P.L. યાદીમાં ૦ થી ૨૦ નાં સ્કોરમાં સમાવિષ્ઠ હોવો જોઇએ.

૨. શહેરી વિસ્તારનાં અરજદારો માટે કેન્દ્ર સરકારનાં અર્બન હાઉસિંગ & પોર્વટી એલીવેશન મંત્રાલયનાં ગરીબી નિવારણ કાર્યક્રમોનાં સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી B.P.L. યાદીમાં સમાવિષ્ઠ હોવો જોઇએ.

વસવાટનું ધોરણ :

૧. ગુજરાતમાં 10 વર્ષથી વસવાટ કરતા હોવા જોઈએ.

વૃધ્ધ પેન્શન યોજના ફોર્મ
જિલ્લા કલેકટર કચેરી પરથી આ યોજનાનુ ફોર્મ મેળવી શકાય છે.
મામલતદાર કચેરીથી પણ આ યોજનાનુ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી પણ અરજી ઓનલાઈન થાય છે
આ ઉપરાંત નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
આ યોજના અંતર્ગત અરજી મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.

વૃધ્ધ પેન્શન યોજના સહાય

આ યોજના અંતર્ગત ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ. રૂ. ૧૦૦૦/- તથા ૮૦ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/- માસિક સહાય ચુકવવામાં આવે છે.

Important Links

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજનાઅહિ ક્લિક કરો
વૃદ્વ પેન્શન યોજના ફોર્મ અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો

FAQ

Indira Gandhi ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજનાનો લાભ કોને મળે?

60 વર્ષની વધુના લોકોને

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના કેટલી રકમ મળે?
રૂ. 1000 થી 1250 સુધી

2 thoughts on “indira gandhi vrudh pension yojana, દર મહિને મળશે 1000 થી 1250ની સહાય”

Leave a Comment